5 June 2014

૨૦૧૭થી ધો-૯-૧૨ના અભ્‍યાસક્રમો બદલાશે વિષયવાર અભ્‍યાસક્રમ તૈયાર કરાશે


અમદાવાદ, તા.૦૫: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની અભ્‍યાસક્રમ સમિતીની બેઠક આજે ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં આગામી જૂન-૨૦૧૭ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના ધોરણ-૯ થી ૧૨નાં અભ્‍યાસક્રમને બદલવા માટે મંજુરી આપવામાં આવી છે.
નવો અભ્‍યાસક્રમ શરૂ કરવા માટે વિષયવાર તજજ્ઞોની સમિતીઓ બનાવવામાં આવી છે. આ તજજ્ઞોની ટીમ અભ્‍યાસક્રમ તૈયાર કરીને પ્રાયોગિક ધોરણે અમુક શાળાઓમાં દાખલ કરશે જેની ચકાસણી બાદ જરૂરી સુધારા વધારા કરીને જુન-૨૦૧૭થી નવો અભ્‍યાસક્રમ અમલી બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક સત્રથી ધોરણ-૧ થી ૫માં નવો અભ્‍યાસક્રમ અમલી બનાવાયો છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home