વોટ્સ એપ પર મોકલી શકાશે મોટી સાઈઝના વિડીઓ ..............!
દુનિયામાં સૌથી મોટી લોકપ્રિય ઇસ્ટન્ટ મેસેજિંગ વોટ્સ એપમાં તમે ચેટીંગ ની સાથે સાથે ફોટો, વિડિયોઝ, ઓડીયો, કોન્ટેક્ટ અને વોઈસ નોટ મોકલી શકો છો. વોટ્સ એપના આટલા ફીચર્સ હોવા છતાં પણ એક ખામી દેખાય રહી છે. અને એ ખામી એ છે કે વોટ્સ એપમાં મોટી સાઈઝની વિડીઓ ફાઈલ નથી મોકલી શકાતી. હાલમાં વોટ્સ એપમાં 16 MB સુધીની ફાઈલ તમે મોકલી શકો છો. જેથી કરીને મોટી સાઈઝ વિડીઓ ફાઈલ હોય તો યુઝર મોકલી શકતો નહોતો.
પરંતુ હવે તેવુ કરવાની જરૂર નથી કારણ કે વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર નામની એપેની મદદથી તમે મોટી સાઇઝનીવીડિઓ ફાઇલ તમારા મિત્રોને મોકલી શકો છો.
શુ છે વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર
"વોટ્સેપ વીડિઓ ઓપ્ટિઇઝર" એએક એપ્લિકેશન છે જેની મદદથી યુઝર 16 એમબીથી મોટી સાઇઝની વીડિઓ મોકલી શકે છે. આ એપ વીડિઓને કોંમ્પ્રેસ કરીને વીડિઓનું રિઝોલ્યુશન ઓછુ કરી દે છે. જેથી ઓટોમેટિક વીડિઓ ફાઇલની સાઇઝ ઘટી જાય છે અને યુઝર આસાનીથી મોકલી શકે છે.
કેવી રીતે કામ કરે છે આ એપ
વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર એપની મદદથી તમે વીડિઓ મોકલી શકો છો તે ઉપરાંત તમે આ એપની મદદથી વીડિઓ રેકોર્ડ કરીને તેને વોટ્સએપની સાઇઝમાં કન્વર્ટ કરી શકો છો. હાલમાં વોટ્સએપ વીડિઓ ઓપ્ટિમાઇઝર 1.0.0.1 એપીપીએક્સ ફાઇલ ફ્રીમાં ઉપલબ્ધ છે. પરંતુ જો તમે એન્ડ્રોઇડ કે આઇફોન(iOS) યુઝર્સ છો તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ નહી કરી શકો. હાલમાં આ એપ ફક્ત વિન્ડોઝ યુઝર્સ માટેઉપલબ્ધ છે. જોકે ભવિષ્યમાં આ એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે પણ લોન્ચ કરશે.
Courtesy. Divyabhaskar Newspaper, Date 18.02.2015
Labels: Application
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home