પહેલી ઓકટો. પહેલાં રજા પર ઉતરેલા મહિલા કર્મીને 180 દિવસની રજા મળવાપાત્ર
પહેલી ઓકટો. 14 પહેલાં પ્રસૂતિની રજામાં ઉતરેલા મહિલા કર્મચારીઓને પણ 180 દિવસની રજાનો લાભ મળવા પાત્ર છે તેવી સ્પષ્ટતા જિલ્લા શિક્ષક સમાજે કરી છે.
રાજ્યના નાણા વિભાગના પરિપત્રની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તા. 1-10-14થી પ્રસૂતિની રજામાં જનાર મહિલા કર્મચારીઓને 135 દિવસના બદલે 180 દિવસની મેટરનિટી લીવ મળવાપાત્ર છે. પરંતુ તા. 1-10-14 પહેલાં પ્રસૂતિની રજામાં ઉતરેલા હોય અને 135 દિવસની રજા પૂરી ન થઇ હોય તથા મહિલા કર્મચારી રજામાં જ હોય તેવા સરકારના મહિલા કર્મચારીઓને પણ નાણા વિભાગના પરિપત્ર પ્રમાણે 135 દિવસના બદલે 180 દિવસની રજા મળવાપાત્ર છે.
Labels: News Cutting
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home