Sujay R. Patel
8 April 2015
25 March 2015
કચ્છની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના સ્થાપના દિનને હવે બર્થ ડેને સ્વરૃપમાં ઉજવવાનો નિર્ણય
કચ્છની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના સ્થાપના દિનને હવે બર્થ ડેને સ્વરૃપમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જવાબદારોને દરેક શાળાની ઝીણવટભરી વિગતોને સમજાવતી પ્રોફાઈલ તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છનાંપ્રાથમિક શિક્ષણ વિભાગે એક નવતર પહેલ કરવાનાં આયોજન સાથે તમામ શાળાઓનો બર્થ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે. શાળાની જે દિવસે સ્થાપના થઈ હોય તે દિવસને શાળાનો બર્થ ડે ગણીને તેને ખુલતા સત્રથી ઉજવવાનો જવાબદારોને આદેશ કરવામાં આવશે. શાળાનાં બર્થ ડેની ઉજવણીમાં અભ્યાસ કરતા બાળકો, તેમનાં વાલી, તમામ શિક્ષકો, સંબંધિત બીઆરસી-સીઆરસી અને ગામનાં આગેવાનો, એસએમસીનાં સભ્યો ઉપરાંત ઉજવણીને અનુરૃપ અન્ય મહાનુભાવોેને પણ ઉપસ્થિત રાખી, શિક્ષણને અનુરૃપ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેનો મુખ્ય હેતુ શાળાથી તમામ સંબંધિત લોકો અને બાળકો વાલીઓ પરીચિત થાય અને કામગીરી સંદર્ભે પણ વાલીઓ તેમજ આગેવાનો પોતાનાં સુચન કરી શકે. શાળાનાં બર્થ ડેની ઉજવણીની સાથે શિક્ષણ વિભાગે શાળાઓની પ્રોફાઈલ તૈયારકરવાની પણ સુચના આપી છે. શાળાની પ્રોફાઈલમાંશાળાનો સ્થાપના દિવસ, શાળામાં શિક્ષકોનું મહેકમ અને સંખ્યા, શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, શિક્ષકોની પ્રોફાઈલ સહિતની બાબતોને આવરી લેવાની રહેશે. આ પ્રોફાઈલ તાલુકા અને જીલ્લા કક્ષાએ આપવાની સાથે શાળામાં પણ તેની નકલ રાખવાની રહેશે તેમજ કોઈમહાનુભાવ કે આગેવાન તેમજ સરકાર અધિકારી મુલાકાત દરમિયાન શાળાની પ્રોફાઈલ જોઈ શકે. આઅંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી અને જીલ્લાનાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેસ રૃઘાણીએ જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી, શાળાઓને બર્થ ડે તેમજ પ્રોફાઈલની કામગીરી ખુલતા સત્ર પુર્વે પુર્ણ કરવાનો આદેશ કર્યો છે.
Labels: News Cutting
21 March 2015
16 December 2014
3 December 2014
Press note from Gujarat primary shikshak sangh :- ૯ના ઉચ્ચત્તર નો પ્રશ્ન ઉકેલાય ગયો છે. એચ. ટાટ પરિક્ષા આપવાની રહેશે નહી.
પહેલી ઓકટો. પહેલાં રજા પર ઉતરેલા મહિલા કર્મીને 180 દિવસની રજા મળવાપાત્ર
પહેલી ઓકટો. 14 પહેલાં પ્રસૂતિની રજામાં ઉતરેલા મહિલા કર્મચારીઓને પણ 180 દિવસની રજાનો લાભ મળવા પાત્ર છે તેવી સ્પષ્ટતા જિલ્લા શિક્ષક સમાજે કરી છે.
રાજ્યના નાણા વિભાગના પરિપત્રની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તા. 1-10-14થી પ્રસૂતિની રજામાં જનાર મહિલા કર્મચારીઓને 135 દિવસના બદલે 180 દિવસની મેટરનિટી લીવ મળવાપાત્ર છે. પરંતુ તા. 1-10-14 પહેલાં પ્રસૂતિની રજામાં ઉતરેલા હોય અને 135 દિવસની રજા પૂરી ન થઇ હોય તથા મહિલા કર્મચારી રજામાં જ હોય તેવા સરકારના મહિલા કર્મચારીઓને પણ નાણા વિભાગના પરિપત્ર પ્રમાણે 135 દિવસના બદલે 180 દિવસની રજા મળવાપાત્ર છે.
Labels: News Cutting
1 December 2014
29 November 2014
ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી .......!
- ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી
- ગોધરા તાલુકાના મેડામહુડી ગામે ડીડીઓના ચેકિંગમાં ક્ષતી બહાર આવી
ગોધરા : રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન સંતોષકારક જવાબ ન આપીને સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓ સુધી ન પહોંચાડીને નબળી કામગીરી બદલ ગોધરા તાલુકાની મેડામહુડી શાળાના બે શિક્ષકોને શિક્ષાત્મક બદલી કરીને સંતરામપુર ખસેડવામાં આવતા શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પંચમહાલ અને મહીસાગર જીલ્લાની 2400 પ્રાથમિક શાળામાં ત્રણ દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ અનુસાર ચકાસણી હાથ ધરાઇ હતી. દરમ્યાન ડીડીઓએ રતનકુંવરબા ગઢવી દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગોધરા તાલુકાની મેડામહુડી ગામે મુલાકાત લઇને શિક્ષકોએ હાથ ધરાયેલી શૈક્ષિણક પ્રવૃતિ તેમજ અન્ય માપદંડ આધારે તપાસણી શરુ કરી હતી. જેમાં ઉપસ્થિત શિક્ષકો દ્વારા સરકારની યોજના તેમજ શૈક્ષિણક ગુણવતા અંગે આદરેલી પુછપરછ દરમ્યાન યોગ્ય પ્રત્યુતર આપવામાં નિષ્ક્રીય રહેલ બે શિક્ષકો સામે નારાજગી અનુભવી હતી.
જેથી તાત્કાલિક દશરથસિંહ ડી.વણઝારા તેમજ બારીયા બાપુભાઇ સોમાભાઇની શિક્ષક તરીકેની નબળી કામગીરીની ફરિયાદ કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઇ પ્રજાપતિ દ્વારા બંને શિક્ષકોને ગણતરીના સમયમાં સંતરામપુર તાલુકાના ઉખરેલી તેમજ પ્રતાપગઢ પગાર કેન્દ્રની શાળાઓમાં બદલી કરવામાં આવતા અન્ય શિક્ષકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે
Labels: GUNOTSAV, News Cutting
20 November 2014
9 November 2014
સમાજીક વિષયના ઉમેદવારો ના અન્યાય મામલે મહાઆંદોલન નું આયોજન .........!
ટેટ ૨ પાસ સામાજિક વિજ્ઞાન વિષયના તમામ મિત્રો ને જણાવવા નું કે ભરતી ઓછી સંખ્યામાં આવવાની સંભાવના સાથે આંદોલન માટે ગાંધીનગર જવાનું નક્કી કરેલ છે .
તારીખ ૧૮ નવેમ્બર ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં પોતાની નૈતિક જવાબદારી સમજી પહોચી જવું.
નોંધ :- જરૂર પડે ઉપવાસ નાં માર્ગે અંદોલન કરવાનું હોઈ ૪ થી ૫ દિવસ પણ રોકાવાનું થાય તો તે પ્રમાણે રોકાવાની તૈયારી સાથે આવવાનું થાય તેથી જરૂરી સમાન પણ પાસે રાખવો .
કોઈ પણ સામાજિક વિજ્ઞાન નો કોઈ પણ ઉમેદવાર રહી ન જાય તે માટે તમામ પ્રકાર ના સોશિયલ મીડિયા (વોટ્સએપ,ફેસબુક ,ટેલીગ્રામ ) માં પણ આ મેસેજ વધુ માં વધુ પહોચાડવો.
Labels: News Cutting