LESSON 1 (૧ - ચબુતરો)
૧ - ચબુતરો
ચબુતરો એટલે પંખીઓને બેસવા માટે, ચણવા માટે તેમ જ પાણી પીવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા. ભારત દેશમાં ત્રણ -ચાર દાયકા પહેલાંના દરેક ગલી કે ફળીયાંમાં નાનો કે મોટો ચબુતરો લગભગ જોવા મળતો હતો. ભારતીય સંસ્કૃતિમાં પંખીઓને ચણવા માટે દાણા નાખવાનો અનેરો મહિમા છે, જેના પરિણામે આ ચબુતરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચબુતરામાં સામાન્ય રીતે પાંચ -છ ફૂટથી વધુ ઉંચાઇ પર બે -ત્રણ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં છાપરી બનાવી છાંયો કરેલો હોય છે. એમાં પાણી માટે અલાયદી વ્યવસ્થા કરેલી હોય છે. ચબુતરાની આસપાસ ચણ માટેના દાણા નાખવામાં આવે છે. આ ચણ ખાઇને પંખીઓ પાણી પી ને ચબુતરા પર બેસી વિરામ કરી શકે છે.
ચબુતરા અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ડીઝાઇન માં
ચબુતરો પક્ષીઓ માટે
ચબુતરો ઉચાઈએ હોય છે.
ચબુતરો ગામની વચ્ચે હોય છે.
Labels: GUJARATI STD-5
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home