5 June 2014

ટાટની પરીક્ષાની આન્‍સર-કી વેબસાઈટ ઉપર મુકી દેવાઈ

૭૮,૮૦૦ ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી : ૨૫મીએ દિવસે રાજ્‍યમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું
અમદાવાદ, તા.૦૫,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્‍ચતર માધ્‍યમિક માટે ટીચર ઓપ્‍ટિટયુડ ટેસ્‍ટની પરીક્ષા રવિવાર તા. ૨૫ મેના રોજ સમગ્ર રાજ્‍યમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પેપર ૧ અને પેપર-૨ની ઓએમઆર પદ્ધતિ ગુણ પ્રદાન યોજના એટલે કે આન્‍સર-કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવી છે.
ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં આચાર્ય, શિક્ષકો અને શિક્ષણ સહાયકોની ભરતી માટે જરૂરી એવી ટિચર્સ એપ્‍ટિટયુડ ટેસ્‍ટની પરીક્ષાનું આયોજન રવિવાર તા. ૨૫ મેના રોજ સમગ્ર રાજ્‍યમાં કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ બાદ આયોજીત કરાયેલ ટાટની પરીક્ષામાં અમદાવાદમાં ૩૯ કેન્‍દ્ર પરથી ૧૩ હજાર ઉમેદવારો સહીત રાજ્‍યભરમાંથી કુલ ૭૮,૮૦૦ ઉપસ્‍થિત રહ્યા હતા. જે પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ પેપર-૧ અને પેપર-૨ની આન્‍સર-કી બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટwww.gseb.org પર મુકવામાં આવી છે. આ અંગે કોઈ ઉમેદવારને રજુઆત હોય તો આધારો સાથે તા. ૭-૬-૧૪ બપોરના ૩ વાગ્‍યા સુધીમાં રૂબરૂ રજુઆત કરવાની રહેશે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home