9 January 2018

તમારા મોબાઈલને બનાવો કોઈ પણ વિમાનની માહિતી આપતું રડાર


મિત્રો ઘણી વખત આપણી ઉપર ના આકાશ માં કોઈ વિમાન પસાર થાય ત્યારે આપણને તે વિમાન વિષે જાણવાની ઈચ્છા થતી હોય છે.પસાર થયેલ વિમાન ક્યાં દેશનું હશે? તે વિમાન ક્યાં થી ક્યાં જવા માટે નીકળ્યું હશે? તેની ઝડપ કેટલી હશે? તે કેટલી ઉંચાઈ પર ઉડી રહ્યું છે? તે ક્યાં એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે? વગેરે વગેરે ઘણા બધા સવાલો આપણા મન માં ઉદભવતા હોય છે.કોઈ વિમાન ને આકાશ માં ઉડતું જોઇને આપણને આ બધી માહિતી મળી જતી હોય તો કેટલી મજા પડી જાય?પણ મોટે ભાગે આપણે માત્ર ઉડતા વિમાન ને જોઇને જ ખુશ રહેતા હોઈએ છીએ અને તેના વિષે ક્યારેય આગળ વિચારતા જ નથી.
આજના ટેકનોલોજીના યુગ માં બધું જ ઉપલબ્ધ છે બસ તેને માત્ર યોગ્ય રીતે શોધતા આવડવું જોઈએ.હું અહી આપને નીચે એક લીંક આપી રહ્યો છું.તેને ક્લિક કરો તે પહેલા થોડી માહિતી જાણી લો.આ લીંક ને તમે ક્લિક કરશો એટલે એક સરસ મજાની વેબ સાઈટ ખુલશે જેમાં ગુગલ મેપ નો નકશો આપેલ હશે.પણ આ નકશામાં વિગત થોડી અલગ છે.અહી તમને ભારત ના નકશામાં હાલ કેટલા વિમાનો ઉડી રહ્યા છે તે જોવા મળશે.આ નકશાને થોડો ઘુમાંવશો અને બીજા અન્ય લંડન જેવા શહેર ઉપર લઈને જોશો તો તેના આકાશમાં વિમાનોનો પાર નહિ હોય તેટલા દેખાશે.ફરી ભારત પર પાછા આવી જાઓ.અહી દેખાતા કોઈ પણ વિમાન પર કર્સર લઇ જશો એટલે ત્યાં તે વિમાનનું નામ ટૂંકમાં રજુ થશે.તમે જો આ વિમાન વિષે વધુ જાણવા માંગતા હોય તો જે તે વિમાન પર ક્લિક કરતા બાજુમાં એક નવી વિન્ડો ખુલશે જેમાં વિમાન ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હશે.અહી આ વિન્ડો ના અલગ અલગ મેનુ પર ક્લિક કરી તમે જુદી જુદી માહિતી મેળવી શકો છો જેમ કે આ વિમાન ક્યાં એરપોર્ટ થી ટેક ઓફ થયું છે અને ક્યાં દેશના કે ક્યાં શહેરના એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે તેમજ કેટલા કિલોમીટર નું અંતર કાપવાનું છે અને કેટલું અંતર કાપ્યું છે તેમજ તેનો રસ્તો પણ નકશામાં જોવા મળશે અને આ રસ્તામાં હાલ વિમાન ક્યાં પહોંચ્યું છે તેની માહિતી પણ તમે મેળવી શકશો.આ ઉપરાંત તમે ખુદ વિમાનની કોકપીટ માં બેઠા હો અને બહારનો નજારો કેવો હોય તેનું 3D સ્વરૂપ પણ તમે જોઈ શકો છો અને તેને શેર પણ કરી શકો છો.આ ઉપરાંત તમે નકશા પર બતાવેલ બ્લુ કલરના જે તે સર્કલ પર ક્લિક કરશો તો જે તે શહેર ના એરપોર્ટ ની માહિતી,ત્યાં આવતા જતા વિમાનોની માહિતી અને સમય સારણી વિષે પણ જાણી શકશો.નકશાને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો.મિત્રો છે ને મજાની આ વેબ સાઈટ?

આ ઉપરાંત તમે મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.જો કે આ એપ ફ્રી નથી પણ પેઈડ છે.જો આ એપ તમારા મોબાઈલમાં હોય અને આકાશમાં કોઈ વિમાન પસાર થઇ રહ્યું હોય ત્યારે આ એપ ઓપન કરી મોબાઈલના કેમેરાને વિમાન તરફ રાખો એટલે આ એપ તરત જ વિમાન વિશેની ઉપર દર્શાવેલી તમામ માહિતી તમને જણાવી દેશે.જો તમે આ એપ ડાઉનલોડ કરવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ flightradar24 લખી સર્ચ કરજો.

બાકી એપ વગર માત્ર વેબ સાઈટ દ્વારા કોઈ પણ વિમાન વિષે માહિતી મેળવવા માંગતા હો તો અહી ક્લિક કરો 

Labels: , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home