28 September 2018

વંદે ગુજરાત કાર્યક્રમો

વંદે ગુજરાત કાર્યક્રમો 

આ વિભાગમાં BISAG સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત થતા અને વંદે ગુજરાત પર આવતા તમામ પ્રોગ્રામ માટેની લિંક મૂકી રહ્યો છું. આ પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. જેનાથી તમે દરરોજ આવતા પ્રોગ્રામનું ટાઈમટેબલ પણ ડાઉનલોડ કરી શકશો.

BISAG

VANDE GUJARAT

અઠવાડિક પ્રોગ્રામ

GUNOTSAV

આ પ્રોગ્રામ તમારા મોબાઈલમાં જો Reliance Jioનું કાર્ડ હોય તો Jio TV મોબાઈલ એપ દ્વારા પણ જોઈ શકાશે. આ પ્રોગ્રામ તમારા મોબાઈલમાં જોવા માટે નીચેની લિંકને ગૂગલ પ્લેસ્ટોરમાં ઓપન કરો.

આ પ્રોગ્રામ તમારા લેપટોપ દ્વારા પ્રોજેક્ટરમાં બતાવવું હોય તો, તમારા લેપટોપમાં નીચેનું એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી તેને રન કરશો તો તમારૂ લેપટોપ એ મોબાઈલ જેવું જ વર્ક કરશે અને લેપટોપમાં પણ મોબાઈલ જેવું ગુગલ પ્લેસ્ટોર ખુલશે. જેમાં તમે ઉપર દર્શાવેલી JIO TV એપ ઇન્સ્ટોલ કરી તમારા Reliance Jioનો નંબર નાખો તો તમારા લેપટોપમાંથી પ્રોજેકટરમાં વંદે ગુજરાતની ૧ થી ૧૬ ચેનલ અને તેના દરેક શૈક્ષણિક પ્રોગ્રામ દેખાશે. આ સોફ્ટવેર તમારા લેપટોપમાં ઇન્સ્ટોલ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. 





VANDE GUJARAT
રાજ્ય સરકારે ગતિશીલ ગુજરાત કાર્યકમ અંતર્ગત પ્રજાલક્ષિ અભીગમ અપનાવેલ છે઼ રાજયની પ્રજાનું જીવન ઘોરણ સુઘારવા માટે શિક્ષણ, કૈાશલ્ય વર્ધન, તાલીમ વિગેરે મહત્વનુ સ્થાન ઘરાવે છે. રાજ્ય સરકારે જેને લગતા કાર્યક્રમો વિના મુલ્યે ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કરેલ છે. અત્યારના આઘુનીક ટેકનોલોજીના યુગમાં ડિજીટલ જ્ઞાન એ દરેક નાગરીકની દિનચર્યાનો ભાગ બની ગયેલ છે. અને તેનુ જ્ઞાન અનિવાર્ય છે. ઉપગ્રહ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી શિક્ષણ, કૌશલ્ય વર્ધન, મહિલા સશક્તિકરણ, પોલીસ સ્ટેશનોમાં કોમ્પ્યુટરની તાલીમ, આરોગ્ય, કૃષિ અને પશુપાલન, વિભાગીય તાલીમ અને વિસ્તરણને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં અમીરો અને ગરીબો વચ્ચેનુ અંતર સમાપ્ત થાય તે માટે રાજયના તમામ વિદ્યાર્થીઓને સરળતાથી, ઘેર બેઠા, વિના મુલ્યે, સારૂ, સરળ, સમાન શિક્ષણ ટી વી પર મળે તેવુ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
  • જેના માટે સરકારશ્રીએ જરૂરી તમામ પાસાઓનુ અઘ્યયન કરી
  • ગ્રામીણ વિદ્યાર્થીઓ ને સમાન શિક્ષણ અને સમાન નોકરીની તકો મળે
  • • વિદ્યાર્થીઓની યોગ્યતામાં વધારો થાય
  • • પરીક્ષા પરિણામોમાં સુધારો થાય
  • • નોકરી માટે લોકોની યોગ્યતામાં વધારો થાય
  • • વિદ્યાર્થીઓ ને મફત ટ્યુશન નો લાભ થાય
  • • સમાવર્તી વિકાસને બળ મળે
  • • મહિલાઓનું સશક્તિકરણ થાય
  • • ઓપન સ્કુલ/ ઓપન યુનિવર્સિટી દ્વારા વંચિતોને શિક્ષણ મળે
  • • ઉદ્યોગોની ભાગીદારીથી કૌશલ્ય વર્ધન થાય
  • • આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા વધશે.
  • • ગવર્નન્સમાં લોકોની ભાગીદારી વધે
  • • ડીજીટલ લીટરેસીમાં વધારો થાય
  • • ખેડૂતોને ખેતી વિષયક તેમજ પશુપાલન અંગે માર્ગદર્શન તેમજ સરકાર તરફથી મળતી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવી શકાશે  
તે માટે વિશિષ્ટ શૈક્ષણિક ડી.ટી.એચ. ચેનલનો ઉપયોગ કરીને ‘’વંદે ગુજરાત’’ (Video Audio Network for Development and Education) કાર્યક્રમની શરૂઆત કરેલ છે.

Labels: , , , ,

2 May 2018

"જ્ઞાનકુંજ" પ્રોજેકટ (વર્ષ-૨૦૧૮-૧૯) Techno-Savvy Teachers



"જ્ઞાનકુંજ" પ્રોજેકટ (વર્ષ-૨૦૧૮-૧૯) Techno-Savvy Teachers

ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ તરફ વિદ્યાર્થીઓ આકર્ષક તથા સારી કામગીરી થાય તે માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા ડીજીટલ શિક્ષણ આપવાનું આયોજન કર્યું છે.

ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃધ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિઝિટલાઇઝેશન કાર્યક્રમ છે. જે અંતર્ગત બોર્ડને ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડમાં રૂપાંતરિત કરી શીખવા-શીખવાવાની પ્રક્રિયા અને મુલ્યાંકનને સુદ્રઢ બનાવવામાં આવે છે.

જ્ઞાનકુંજ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વિગતો સબમિટ કરો


જેમાં આપને મળશે ધોરણ 7 અને 8 માટે..
▪️બ સ્માર્ટ ક્લાસ
▪️2 પ્રોજેકટર
▪️2 લેપટોપ
▪️ઇ- કન્ટેન્ટ સોફ્ટવેર
▪️2 ટચ બોર્ડ
▪️IR કેમેરા
▪️સાથે ઈન્ટરનેટ કનેક્શન

Labels: ,

6 February 2018

Quiver App

Print. Color. Play


Coloring pages have never been so much fun! The Quiver App combines physical coloring with state of the art augmented reality technology to bring you and your children an extraordinary experience.
With a mix of free and paid content (certain page packs require an in-app purchase to activate the 3D experience) every coloring page can be brought to life in its uniquely colored way, giving the artist an immediate and special sense of ownership and pride! Not only is the app incredibly fun, but it is also a great tool for developing skills and knowledge on various topics. Try it out yourself and we are sure you will agree!
Quiver App Download Karo Click Here

Labels: , , ,

ZooKazam App

ZooKazam
The best just got better!!! Users describe Zookazam as "WOW" OR "This is AMAZING". To experience the possibilities of Augmented Reality download Zookazam 3.0.2, an educational AR App that not only allows you to learn about the animals but also you will be able to witness a giraffe popping out of a flat piece of paper in a photo realistic 3d animation. Now click the weather icon options to watch rain or snow on your favorite animal and take the most creative pictures or videos with our variety of live photo filters. Don't forget to share your personal zoo and creativity on Social Media.

Download App Click Here


ZooKazam 3.0 has the following improvements
-16 new animals including all new categories for sea creatures and amphibians.
-New weather scenes
-All new user interface
-Built in camera to capture images and post to social media
-All new info-graphics page
-Teacher/ Children settings for info-graphic content level
-Faster processing algorithms 
-Higher frame rate


ZooKazam is great for:
-Teachers
-Students
-Parents
-Photographers
-Kids

ZooKazam is an award winning AR app, that’s been downloaded and used across the globe. Find out for yourself what the buzz is all about at www.zookazam.com

Labels: , , , ,

16 January 2018

My Innovation - જનરલ નોલેજને સરળ બનાવો..


















Labels: , , , , ,

9 January 2018

બુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન



મિત્રો માણસ નો જીવ આમતો હમેશા વિશ્વના પ્રવાસ માટે ઝંખતો હોય છે.પરંતુ ઘણી બધી મજબુરીઓ અને બીજા ઘણા અન્ય કારણોને લીધે તેની આ ઈચ્છા મન માં ને મન માં જ રહી જતી હોય છે.

મિત્રો જ્યારે શાળાના પ્રાર્થના સંમેલન માં ક્યારેક વિદ્યાર્થી એવો સવાલ કરે કે વિશ્વની સૌથી ઉંચી ઈમારત કઈ? તમે તરત કહેશો કે દુબઈની બુર્જ ખલીફા ઈમારત......સરસ....પણ કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ સૌથી ઉંચી ઈમારત પરથી આખું દુબઈ કેવું દખાતું હશે? હવે આ સવાલ નો જવાબ જરા અઘરો બની જાય.અને માત્ર જવાબ આપવા ખાતર આપીએ તેમાં મજા નહિ.વિદ્યાર્થી ને આપણા વર્ગખંડમાં જ દુબઈના બુર્જ ખલીફા ટાવર પરથી દુબઈ શહેર ના સંપૂર્ણ દર્શન કરાવીએ તો?

હવે તમને પણ મનમાં એમ થતું હશે કે તો તો મજા પડી જાય.....પણ પછી તરત તમારા મન માં નવો સવાલ થશે કે કેવી રીતે? મિત્રો આજના યુગમાં ટેકનોલોજી દ્વારા આ બધું જ શક્ય છે.તમારે માત્ર નીચે આપેલ લિંક પર ક્લિક જ કરવાનું છે.ક્લિક કરતાની સાથે જ થોડી વાર માં સંપૂર્ણ દુબઈ નો 360 અંશ ના વ્યુ નો પનોરેમિક તમારી સામે આવી જશે.તમે ખુદ આ ટાવર પર ઉભા હો અને સંપૂર્ણ દુબઈને તમારી નજરોથી જોતા હો તેવો અદભુત અનુભવ તમે કરી શકશો.હવે આ અનુભવ શરુ કરો તે પહેલા તેના વિષે થોડી માહિતી મેળવી લઈએ.ગેરાલ્ડ ડોનોવેન નામના એક ફોટોગ્રાફરે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની છત પરથી, એટલે કે દરિયાની સપાટીથી ૮૨૮ મીટરની ઊંચાઈએથી સમગ્ર દુબઈ શહેરની ૭૦થી વધુ તસવીરો ખેંચીને તેનો એક પેનોરમા તૈયાર કર્યો છે   દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએથી ખેંચાયેલી આ સૌથી વિશાળ તસવીર છે, જે આખા શહેરને આવરી લે છે.
આ બિલ્ડિંગનાં એલિવેટર્સ ૧૬૦મા માળ સુધી જાય છે. ગેરાલ્ડે ત્યાંથી પણ ઊંચે, બીજા લગભગ ૬૫ માળ જેટલે ઊંચે સુધી એક લગભગ સીધી સીડીએથી ચઢીને, ત્યાં પોતાનાં ઇક્વિપમેન્ટ મૂકીને આ ફોટોગ્રાફી કરી. ગેરાલ્ડ કહે છે કે ૩૬૦ ડીગ્રીનો પેનોરમા શૂટ કરવા માટે આ સૌથી આદર્શ બિલ્ડિંગ છે કેમ કે તેની ટોચ ફક્ત દોઢ મીટર પહોળી છે!
તો તૈયાર થઇ જાઓ બુર્જ ખલીફા પરથી દુબઈ શહેરના સંપૂર્ણ દર્શન માટે 

આ વ્યુ જોવા માટે અહી ક્લિક કરો 
આ વ્યુ જોવા માટે ફ્લેશ પ્લેયર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે.અહી સ્ક્રીન પર નીચે નેવિગેશન બટન આપેલ છે તેનો ઉપયોગ કરી તમે આ વ્યુને તમારી જરૂરિયાત મુજબ જોઈ શકશો

Labels: , , ,

તમારા મોબાઈલને બનાવો કોઈ પણ વિમાનની માહિતી આપતું રડાર


મિત્રો ઘણી વખત આપણી ઉપર ના આકાશ માં કોઈ વિમાન પસાર થાય ત્યારે આપણને તે વિમાન વિષે જાણવાની ઈચ્છા થતી હોય છે.પસાર થયેલ વિમાન ક્યાં દેશનું હશે? તે વિમાન ક્યાં થી ક્યાં જવા માટે નીકળ્યું હશે? તેની ઝડપ કેટલી હશે? તે કેટલી ઉંચાઈ પર ઉડી રહ્યું છે? તે ક્યાં એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે? વગેરે વગેરે ઘણા બધા સવાલો આપણા મન માં ઉદભવતા હોય છે.કોઈ વિમાન ને આકાશ માં ઉડતું જોઇને આપણને આ બધી માહિતી મળી જતી હોય તો કેટલી મજા પડી જાય?પણ મોટે ભાગે આપણે માત્ર ઉડતા વિમાન ને જોઇને જ ખુશ રહેતા હોઈએ છીએ અને તેના વિષે ક્યારેય આગળ વિચારતા જ નથી.
આજના ટેકનોલોજીના યુગ માં બધું જ ઉપલબ્ધ છે બસ તેને માત્ર યોગ્ય રીતે શોધતા આવડવું જોઈએ.હું અહી આપને નીચે એક લીંક આપી રહ્યો છું.તેને ક્લિક કરો તે પહેલા થોડી માહિતી જાણી લો.આ લીંક ને તમે ક્લિક કરશો એટલે એક સરસ મજાની વેબ સાઈટ ખુલશે જેમાં ગુગલ મેપ નો નકશો આપેલ હશે.પણ આ નકશામાં વિગત થોડી અલગ છે.અહી તમને ભારત ના નકશામાં હાલ કેટલા વિમાનો ઉડી રહ્યા છે તે જોવા મળશે.આ નકશાને થોડો ઘુમાંવશો અને બીજા અન્ય લંડન જેવા શહેર ઉપર લઈને જોશો તો તેના આકાશમાં વિમાનોનો પાર નહિ હોય તેટલા દેખાશે.ફરી ભારત પર પાછા આવી જાઓ.અહી દેખાતા કોઈ પણ વિમાન પર કર્સર લઇ જશો એટલે ત્યાં તે વિમાનનું નામ ટૂંકમાં રજુ થશે.તમે જો આ વિમાન વિષે વધુ જાણવા માંગતા હોય તો જે તે વિમાન પર ક્લિક કરતા બાજુમાં એક નવી વિન્ડો ખુલશે જેમાં વિમાન ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હશે.અહી આ વિન્ડો ના અલગ અલગ મેનુ પર ક્લિક કરી તમે જુદી જુદી માહિતી મેળવી શકો છો જેમ કે આ વિમાન ક્યાં એરપોર્ટ થી ટેક ઓફ થયું છે અને ક્યાં દેશના કે ક્યાં શહેરના એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે તેમજ કેટલા કિલોમીટર નું અંતર કાપવાનું છે અને કેટલું અંતર કાપ્યું છે તેમજ તેનો રસ્તો પણ નકશામાં જોવા મળશે અને આ રસ્તામાં હાલ વિમાન ક્યાં પહોંચ્યું છે તેની માહિતી પણ તમે મેળવી શકશો.આ ઉપરાંત તમે ખુદ વિમાનની કોકપીટ માં બેઠા હો અને બહારનો નજારો કેવો હોય તેનું 3D સ્વરૂપ પણ તમે જોઈ શકો છો અને તેને શેર પણ કરી શકો છો.આ ઉપરાંત તમે નકશા પર બતાવેલ બ્લુ કલરના જે તે સર્કલ પર ક્લિક કરશો તો જે તે શહેર ના એરપોર્ટ ની માહિતી,ત્યાં આવતા જતા વિમાનોની માહિતી અને સમય સારણી વિષે પણ જાણી શકશો.નકશાને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો.મિત્રો છે ને મજાની આ વેબ સાઈટ?

આ ઉપરાંત તમે મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.જો કે આ એપ ફ્રી નથી પણ પેઈડ છે.જો આ એપ તમારા મોબાઈલમાં હોય અને આકાશમાં કોઈ વિમાન પસાર થઇ રહ્યું હોય ત્યારે આ એપ ઓપન કરી મોબાઈલના કેમેરાને વિમાન તરફ રાખો એટલે આ એપ તરત જ વિમાન વિશેની ઉપર દર્શાવેલી તમામ માહિતી તમને જણાવી દેશે.જો તમે આ એપ ડાઉનલોડ કરવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ flightradar24 લખી સર્ચ કરજો.

બાકી એપ વગર માત્ર વેબ સાઈટ દ્વારા કોઈ પણ વિમાન વિષે માહિતી મેળવવા માંગતા હો તો અહી ક્લિક કરો 

Labels: , , , , , , ,