9 January 2018

તમારા મોબાઈલને બનાવો કોઈ પણ વિમાનની માહિતી આપતું રડાર


મિત્રો ઘણી વખત આપણી ઉપર ના આકાશ માં કોઈ વિમાન પસાર થાય ત્યારે આપણને તે વિમાન વિષે જાણવાની ઈચ્છા થતી હોય છે.પસાર થયેલ વિમાન ક્યાં દેશનું હશે? તે વિમાન ક્યાં થી ક્યાં જવા માટે નીકળ્યું હશે? તેની ઝડપ કેટલી હશે? તે કેટલી ઉંચાઈ પર ઉડી રહ્યું છે? તે ક્યાં એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે? વગેરે વગેરે ઘણા બધા સવાલો આપણા મન માં ઉદભવતા હોય છે.કોઈ વિમાન ને આકાશ માં ઉડતું જોઇને આપણને આ બધી માહિતી મળી જતી હોય તો કેટલી મજા પડી જાય?પણ મોટે ભાગે આપણે માત્ર ઉડતા વિમાન ને જોઇને જ ખુશ રહેતા હોઈએ છીએ અને તેના વિષે ક્યારેય આગળ વિચારતા જ નથી.
આજના ટેકનોલોજીના યુગ માં બધું જ ઉપલબ્ધ છે બસ તેને માત્ર યોગ્ય રીતે શોધતા આવડવું જોઈએ.હું અહી આપને નીચે એક લીંક આપી રહ્યો છું.તેને ક્લિક કરો તે પહેલા થોડી માહિતી જાણી લો.આ લીંક ને તમે ક્લિક કરશો એટલે એક સરસ મજાની વેબ સાઈટ ખુલશે જેમાં ગુગલ મેપ નો નકશો આપેલ હશે.પણ આ નકશામાં વિગત થોડી અલગ છે.અહી તમને ભારત ના નકશામાં હાલ કેટલા વિમાનો ઉડી રહ્યા છે તે જોવા મળશે.આ નકશાને થોડો ઘુમાંવશો અને બીજા અન્ય લંડન જેવા શહેર ઉપર લઈને જોશો તો તેના આકાશમાં વિમાનોનો પાર નહિ હોય તેટલા દેખાશે.ફરી ભારત પર પાછા આવી જાઓ.અહી દેખાતા કોઈ પણ વિમાન પર કર્સર લઇ જશો એટલે ત્યાં તે વિમાનનું નામ ટૂંકમાં રજુ થશે.તમે જો આ વિમાન વિષે વધુ જાણવા માંગતા હોય તો જે તે વિમાન પર ક્લિક કરતા બાજુમાં એક નવી વિન્ડો ખુલશે જેમાં વિમાન ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હશે.અહી આ વિન્ડો ના અલગ અલગ મેનુ પર ક્લિક કરી તમે જુદી જુદી માહિતી મેળવી શકો છો જેમ કે આ વિમાન ક્યાં એરપોર્ટ થી ટેક ઓફ થયું છે અને ક્યાં દેશના કે ક્યાં શહેરના એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું છે તેમજ કેટલા કિલોમીટર નું અંતર કાપવાનું છે અને કેટલું અંતર કાપ્યું છે તેમજ તેનો રસ્તો પણ નકશામાં જોવા મળશે અને આ રસ્તામાં હાલ વિમાન ક્યાં પહોંચ્યું છે તેની માહિતી પણ તમે મેળવી શકશો.આ ઉપરાંત તમે ખુદ વિમાનની કોકપીટ માં બેઠા હો અને બહારનો નજારો કેવો હોય તેનું 3D સ્વરૂપ પણ તમે જોઈ શકો છો અને તેને શેર પણ કરી શકો છો.આ ઉપરાંત તમે નકશા પર બતાવેલ બ્લુ કલરના જે તે સર્કલ પર ક્લિક કરશો તો જે તે શહેર ના એરપોર્ટ ની માહિતી,ત્યાં આવતા જતા વિમાનોની માહિતી અને સમય સારણી વિષે પણ જાણી શકશો.નકશાને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો.મિત્રો છે ને મજાની આ વેબ સાઈટ?

આ ઉપરાંત તમે મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.જો કે આ એપ ફ્રી નથી પણ પેઈડ છે.જો આ એપ તમારા મોબાઈલમાં હોય અને આકાશમાં કોઈ વિમાન પસાર થઇ રહ્યું હોય ત્યારે આ એપ ઓપન કરી મોબાઈલના કેમેરાને વિમાન તરફ રાખો એટલે આ એપ તરત જ વિમાન વિશેની ઉપર દર્શાવેલી તમામ માહિતી તમને જણાવી દેશે.જો તમે આ એપ ડાઉનલોડ કરવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ flightradar24 લખી સર્ચ કરજો.

બાકી એપ વગર માત્ર વેબ સાઈટ દ્વારા કોઈ પણ વિમાન વિષે માહિતી મેળવવા માંગતા હો તો અહી ક્લિક કરો 

Labels: , , , , , , ,

6 January 2018

NCERT Science & Mathematics Kit Use Videos In Gujarati

NCERT Science & Mathematics Kit Use Videos In Gujarati



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૧



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૨



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૩






                          


     NCERT Approved Maths Kit



     NCERT Approved Science Kit Part 1


     NCERT Approved Science Kit Part 2





Labels: , , , , ,

20 August 2015

Science Project.(Gujarati vidioes)


Labels:

16 August 2015

Science Fair Mate Video

SCIENCE FAIR MATE UPAYOGI VIDEO.





How to Make a Hoverboard at Home


How To Make A Electric Longboard Easy


How to make a Snake Robot


How to make a robot fly


6 Channel DC RF Remote Control Switch 6 Lights On And Off


FULLY AUTOMATIC STREET LIGHT FULL DEMO GUJARATI

WATER TREETMENT DEMONSTRATION GUJARATI FROM JAYGURUDEV


Science Fair Project – Dry ice Big Bubble by International Turkish Hope School Gulshan Branch


Smart Street Lighting System


Infra Red Kirano Chaltu Vidhyut Board




Labels:

10 July 2014

Science Fair Details

SCIENCE FAIR MATE UPAYOGI VIDEO. Click Here



  Science Project.(Gujarati vidioes) Click Here




વિ.ગ.પ્રદર્શન

જવાહરલાલ  નહેરુ વિજ્ઞાન પ્રદર્શન:
એન. સી. ઇ. આર. ટી.નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે જવાહરલાલ  નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
વિજ્ઞાન પ્રદર્શનો શા માટે ?

  • સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.
  • બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.
  • તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
  • વિજ્ઞાનનો ફેલાવો કરવો.
  • આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
  • વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
  • સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિકમાધ્યમિકઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.
વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી.બી. આર. સી.નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિકજીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.

સાયંન્સ ફેર – ૨૦૧૨ - ૧3 

વિજ્ઞાન – ગણિત ક્લબની પ્રવૃત્તિનું માસિક આયોજન


સાયંન્સ ફેર માર્ગદર્શીકા – ૨૦૧૨-૧૩ 


ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવાનો ચાર્ટ 


ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટેનું એન્ટ્રી ફોર્મ 


ગણિત-વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ સંદર્ભે અહિં તૈયારીના ભાગરૂપે વેબસાઇટ મુકવામાં આવે છે. આ વેબસાઇટ વડે માર્ગદર્શન મેળવી શકાશે.


www.scienceproject.com

www.sciencebuddies.org

www.all-science-fair-projects.

ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ તથા માહિતી 
વિજ્ઞાનને લગતા સામાયિક તથા મેગેઝીન

પ્રજ્ઞા કિરણ અને આર.એન.એ. વિજ્ઞાન સામાયિક માટે અમો અભીજીતકુમાર પી. ઝા સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળા ત્રાણજા, માતર નાં અભારી છીએ.

પ્રજ્ઞા કિરણ- જાન્યુઆરી-૨૦૧૨ 

પ્રજ્ઞા કિરણ- ફેબ્રુઆરી-૨૦૧૨ 

પ્રજ્ઞા કિરણ- માર્ચ -૨૦૧૨ 

આર.એન.એ. ડીસેમ્બર-૨૦૧૧ 

આર.એન.એ. ફેબ્રુઆરી-૨૦૧૨ 

આર.એન.એ. જાન્યુઆરી-૨૦૧૨ 



સને-૨૦૧૩-૧૪ ના વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શનની પ્રાથમિક માહિતી 


SCIENCE FAIR BOOK:-DOWNLOAD


સને-૨૦૧૪ -૧૫  ના વિજ્ઞાન-ગણિત  પ્રદર્શનની પ્રાથમિક માહિતી 

Labels: