Sujay R. Patel
29 November 2014
ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી .......!
- ગુણોત્સવની નબળી કામગીરી બદલ બે શિક્ષકોની બદલી
- ગોધરા તાલુકાના મેડામહુડી ગામે ડીડીઓના ચેકિંગમાં ક્ષતી બહાર આવી
ગોધરા : રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન સંતોષકારક જવાબ ન આપીને સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓ સુધી ન પહોંચાડીને નબળી કામગીરી બદલ ગોધરા તાલુકાની મેડામહુડી શાળાના બે શિક્ષકોને શિક્ષાત્મક બદલી કરીને સંતરામપુર ખસેડવામાં આવતા શિક્ષણઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પંચમહાલ અને મહીસાગર જીલ્લાની 2400 પ્રાથમિક શાળામાં ત્રણ દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ અનુસાર ચકાસણી હાથ ધરાઇ હતી. દરમ્યાન ડીડીઓએ રતનકુંવરબા ગઢવી દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગોધરા તાલુકાની મેડામહુડી ગામે મુલાકાત લઇને શિક્ષકોએ હાથ ધરાયેલી શૈક્ષિણક પ્રવૃતિ તેમજ અન્ય માપદંડ આધારે તપાસણી શરુ કરી હતી. જેમાં ઉપસ્થિત શિક્ષકો દ્વારા સરકારની યોજના તેમજ શૈક્ષિણક ગુણવતા અંગે આદરેલી પુછપરછ દરમ્યાન યોગ્ય પ્રત્યુતર આપવામાં નિષ્ક્રીય રહેલ બે શિક્ષકો સામે નારાજગી અનુભવી હતી.
જેથી તાત્કાલિક દશરથસિંહ ડી.વણઝારા તેમજ બારીયા બાપુભાઇ સોમાભાઇની શિક્ષક તરીકેની નબળી કામગીરીની ફરિયાદ કરતા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઇ પ્રજાપતિ દ્વારા બંને શિક્ષકોને ગણતરીના સમયમાં સંતરામપુર તાલુકાના ઉખરેલી તેમજ પ્રતાપગઢ પગાર કેન્દ્રની શાળાઓમાં બદલી કરવામાં આવતા અન્ય શિક્ષકોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે
Labels: GUNOTSAV, News Cutting